કોંઢ કૈલાસનગર,કલ્યાણપુર અને કનકેશ્વર ગામના સેવાભાવી લોકોએ નાના રણમાં પાણીની તંગી વચ્ચે ગૌમાતાની જઠરાગ્નિ ઠારવા ચલાવ્યો સેવાયજ્ઞ
કચ્છના નાના રણમાં હાલ પીવાના પાણીની તંગી વચ્ચે વચ્છરાજ દાદાના મંદિરે ગૌમાતા માટે ચાર ગામના લોકો દ્વારા ૧૧૩ ટ્રેકટર મગફળીનો ભૂકો આપવામાં આવ્યો છે આમ ગૌમાતાની જઠરાગ્નિ ઠારવા સેવાભાવીઓએ સેવાયજ્ઞ ચલાવ્યો છે કચ્છના નાના રણમાં જ્યાં ચકલું પણ ન ફરકે તેવા નિર્જન સ્થાનમાં વીર વચ્છરાજદાદાના મંદિરના સાનિધ્યમાં વર્ષોથી ૮૦૦૦ જેટલા ગૌમાતાને આશરો આપી નિરંતર સેવા થઇ રહી છે ત્યારે વચ્છરાજ દાદાના મંદિરની ગૌમાતાઓ માટે ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ કૈલાસનગર કલ્યાણપુર અને કનકેશ્વર ગામના સેવાભાવી લોકો દ્વારા ૧૧૩ ટ્રેકટર ભરી મગફળીનું પાનું મોકલી આપવામાં આવ્યું છે સેવાભાવી લોકોના આ સેવા કાર્યથી ખાસ કરીને ચોમાસા દરમિયાન ગૌમાતાઓના નિભાવમાં સરળતા રહેશે ઉલ્લેખનીય છે કે વીર વચ્છરાજદાદાનું મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે અહીં રહેલી ગાયોના નિભાવ માટે સેવાભાવી આગેવાનોએ સેવાની સરવાણી વહાવી છે જે બદલ આ આગેવાનો ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે કહેવાય છેકે ગૌમાતામાં ૩૩ કરોડ દેવી દેવતાનો વાસ છે જેથી ગૌમાતાની સેવા માટે તત્પર રહેતા સેવાભાવીઓ દ્વારા ૧૧૩ ટ્રેકટર ચારો મોકલીને પુણ્ય કમાઈને વચ્છરાજ દાદાના આશિર્વાદ લઈને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે વિર વચ્છરાજ દાદાનું મંદિર લાખો લોકોનું આસ્થાનું પ્રતિક છે અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે જ્યાં દુર દુરથી આવતા શ્રદ્ધાળુઓ ૮૦૦૦ હજાર જેટલી ગૌમાતાઓને જોઈને અત્યંત પ્રભાવિત થઈને ચકચકિત થઈ જાય છે