Tuesday, January 7, 2025

મોરબી જિલ્લામાં આવતી માટી મોજ મસ્તી માટે બની આડ માટીની આડમાં ઈંગ્લિશ દારૂ ઘુસેડી રેલમછેલ કરે એ પહેલાં જ ઝડપાયો

Advertisement

રાજસ્થાનથી આવતા માટીના ટ્રકો હવે માટીની સાથે ઈંગ્લિશ દારૂ પણ લાવે છે મોરબીનો એક ફેરો ડબલ કમાણી

મોરબી એલ.સી.બી. ને ખાનગીરાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી એક ટ્રક ટ્રેલર નંબર-RJ-06-GC-2971 વાળી હળવદ તરફ આવનાર છે. જે ટ્રક ટ્રેલરના પાછળના ભાગે તાલપત્રી બાંધેલ છે અને તેમાં ગે.કા. ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે અમદાવાદ- હળવદ હાઇવે સુખપર તથા શક્તીનગર ગામ વચ્ચે રાણા જીન પાસે સમરાથલ સી.ટી.સી. હાઇવે હોટલ સામે રોડ ઉપર હકિકત ટ્રક ટ્રેલરની વોચમાં હતા. દરમિયાન હકીકત વાળી ટ્રક ટ્રેલર નીકળતા તેને રોકી ચેક કરતા તેમાં નીચે જણાવેલ નામ સરનામા વાળા ઇસમ પાસેથી બીયરની પેટીઓ નંગ-૯૪ બિયર ટીન નંગ-૨૨૫૬ મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

– પકડાયેલ આરોપીના નામ સરનામા:-

૧. રામેશ્વરલાલ ઉર્ફે રમેશ નંદાજી ગુર્જર ઉ.વ.૩૫ રહે.હાલ જેતપુરા કલ્લા તા.ભડેસર જી.ચિતોડગઢ (રાજસ્થાન) મુળ રહે.લક્ષ્મીપુરાગામ તા.ભડેશર જી.ચિતોડગઢ (રાજસ્થાન)

– પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-

૧. માલ મોકલનાર- દેવેંદ્રસિંહ ઉર્ફે દેવશા રાઠોડ રહે.ચિતોડગઢ રાજસ્થાન

૨. માલ મંગાવનાર- મયુરભાઇ ઉર્ફે કાલી રહે.હળવદ જી.મોરબી

> પકડાયેલ મુદામાલની વિગત

(૧) ટ્રક ટ્રેલર નં. RJ-06-GC-2971 કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/-

(૨) કીંગફીશર પ્રીમીયમ બીયર ટીન નંગ-૨૨૫૬ કી.રૂ.૨,૮૨,૦૦૦ /- (બીયર પેટી-૯૪) તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૨૨,૮૭,૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.

આરોપીની દારૂ ધુસાડવા અંગેની ખાસ પધ્ધતિ

તમામ રાજયની બોર્ડર ઉપર પોલીસ દ્વારા ગે.કા.ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ રાખી સધન વાહન ચેકિંગ અંગેની પ્રવૃતિ ચાલુ હોય જેથી પકડાયેલ ટ્રક ટ્રેલરના ચાલકે પોતાની ટ્રકમાં માટીની આડમાં બિયરનો જથ્થો સંતાડી રાજસ્થાન રાજયમાંથી ભરી લાવી ગુજરાતમાં ઘુસાડેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW