Friday, March 14, 2025

હેવાનિયતે હદ વટાવી માળીયામિંયાણાના ખાખરેચી ગામની સીમમાં શિકારી ટોળકી સક્રિય ? નીલગાય ભેંસ સહીતના પશુઓના મોંઢામાં બ્લાસ્ટ થતા મોત ચારેકોર ચર્ચા

Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

ખાખરેચી ગામની સીમમાં અજાણ્યા શખ્સો ખાવાની વસ્તુઓમાં જીવલેણ ફટાકડા મુકી શિકાર કરતા હોવાની ચર્ચા તપાસનો વિષય જીવદયા પ્રેમીઓમાં રોષ ભભુકી ઉઠયો

માળીયામિંયાણાના ખાખરેચી ગામની સીમમાં શિકારી ટોળકી સક્રીય બની હોય તેમ નિલગાય સહીતના મુંગા અબોલ જીવોના મોંઢામાં બ્લાસ્ટ થતાની સાથે મોતને ભેટયા હોવાનુ જાણવા મળતા ખળભળાટ મચી ગયો છે ખાખરેચી ગામની સીમમાં કોઈ અજાણ્યા શખ્સો આ કૃત્ય કરતા હોવાની ચર્ચા થઈ રહી છે જે શિકાર કરવાના બદ ઈરાદે ખાવાની વસ્તુઓમાં જીવલેણ ટેટા મુકે છે કે પછી અન્ય કોઈ મુકે છે તે ચર્ચાનો અને તપાસનો વિષય બન્યો છે કારણ કે નિલગાય હોય કે ભેંસ સહીતના મુંગા અબોલ પશુ ખોરાક ખાતાની સાથે જ મોંઢામાં બ્લાસ્ટ થતો હોવાથી પશુઓ મોતને ભેટે છે ગઈકાલે એક નિલગાયના મોંઢામાં બ્લાસ્ટ થયા બાદ મોતને ભેટી હોવાની પ્રાથમિક ચર્ચા થઈ રહી છે ત્યારબાદ એક માલધારી પશુપાલક ભેંસોને ચરાવવા માટે સીમમાં લઈ ગયા હોય ભેંસને પણ આ રીતે જ કંઈક અજુગતું વસ્તુ ખાધા બાદ મોઢામાં બ્લાસ્ટ થતા ભેંસને મોંઢામાં લોહીલુહાણ હાલતમાં જોઈને માલધારીએ અન્ય માલધારીઓને આ અંગે જાણ કરીને વાકેફ કર્યા હતા પરંતુ હાલ તો આ પ્રકારનુ કૃત્ય આ પ્રકારના બ્લાસ્ટ માઈન્સ કૌન વાપરી રહ્યુ છે ક્યાંથી લઈને અહીં સીમ વિસ્તારમાં મુકે છે જેના કારણે નિલગાય સહીતના પશુઓના મોત નિપજે છે તે તપાસનો વિષય બન્યો છે ઉલ્લેખનીય છેકે આ બ્લાસ્ટ થતાની સાથે જ મુંગા અબોલ પશુઓ તડપી તડપીને મોતને ભેટતા જીવદયાપ્રેમીઓમા અરેરાટી વ્યાપી ગઇ છે તેમજ આવા કૃત્ય કરનારા સામે રોષ ભભુકી ઉઠયો છે અને બ્લાસ્ટથી મોઢા ફાડી નાખતા પશુઓ ગંભીર રીતે ઘાયલ થઈને અંતે મોતને ભેટતા હોવાથી પશુપાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને માલધારીઓનુ પ્રાથમિક તારણ પશુઓના મોંઢામાં બ્લાસ્ટ થતા પશુ ઈજાગ્રસ્ત થયું હોવાનુ જાણવા મળ્યુ છે જે અત્યંત ગંભીર બાબત તપાસનો વિષય છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW