(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી ગૌરવ સમાચાર એ સૌથી પહેલા આ બાઈક સ્ટંટ કરનાર નો વિડિયો ચલાવ્યો હતો મોરબી ગૌરવ સમાચારમાં વિડીયો ચાલતા ની સાથે જ બાઈક ચાલકે પોતાની instagram આઈડી dhamu_9 માંથી વિડીયો ડીલીટ કરી પોતાની આઈડી લોક કરી દીધેલ હતી.
મોટરસાઈકલસ્ટંટકરી ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયેલ જે યુવકને શોધી કાઢતી માળીયા મીંયાણા પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી દ્વારા મોરબી જીલ્લામાં જોખમી રીતે વાહન ચલાવી પોતાની તથા બીજા માણસોની જીંદગી શારીરીક સલામતી જોખમાય તે રીતે વાહન ચલાવતા યુવકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અંગે નાયબ પોલીસ અધીક્ષક પી.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ સ્ટાફને માળીયા મીં પો.સ્ટે. વિસ્તારમા મોટર સાઈકલ રોડ ઉપર સ્ટંટ કરી ચલાવતો હોવાનો વિડીયો વાયરલ થયેલ હોય જે વાયરલ થયેલ વિડીયોમાં દેખાતા ઈશમની તપાસ કરવા સુચના આપેલ હોય તે દરમ્યાન વિડીયોમાં દેખાત | ઈસમને માળીયા મીયાણા પોલીસે શોધી કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવેલ.
આરોપી – ધર્મેશભાઈ ઘનશ્યામભાઈ ધંધાણીયા ઉં.વ ૧૯ રહે.ખાખરેચી ગામતા-માળીયામીં.જી.મોરબી