ઉતરાયણ અન્ય તહેવારો વખતે ચાઈનીજ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન તથા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ હોય તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સરકારશ્રી તથા જીલ્લા મેજી. મોરબી દ્વારા ક્રમાક, નં.જે/એમએજી/ મકરસંક્રાતી/ જા.નામુ/૨૬૧૨/૨૦૨૫ તા.૨૭/૧૨/૨૦૨૫ થી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે અન્વયે પતંગ દોરનું છુટક વેંચાણ કરતા સ્ટોલ ધારકોને ચેક કરવા સારૂ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન વીશીપરા મદીના મસ્જીદની બાજુમાં રોડ ઉપર છુટક પતંગ દોરી ગોઠવી તેનું વેંચાણ કરતો ઇમરાનભાઇ રસુલભાઈ જેડા ઉ.વ.૨૪ ધંધો પતંગ દોરાનો વેપાર રહે. વીસીપરા કુલીનગર-૧ મોરબી-૧ વાળા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જાહેર જનતા તથા પતંગ દોરાના વેપારીઓ જોગ સંદેશ :
ચાઇનીઝ દોરા તથા ચાઇનીઝ તુક્કલ જાહેર જનતાને નુકસાન થતુ હોય જેથી ચાઇનીઝ દોરાઓનુ વેચાણ નહિ કરવા તેમજ તે ખરીદ નહિ કરવા જનતાને અપીલ કરવામાં આવે છે.
પકડાયેલ મુદ્દામાલ :-
ચાઇનીઝ ફીરકી (માંજો) GERMAN TECHNOLOGY લખેલ નંગ.૧૨ કિ.રૂ.૨૪૦૦/-