દેખાડો કરવો સહેલો છે પણ કામ કરી બતાવવુ અઘરું છે સાફ સફાઈના નામે ડિંડક!!
કચરો સાફ કરી ઢગલા તો કર્યા ઉપાડવાનું ભુલાઈ ગયું કે ? મગજમાંથી ભુંસાઈ ગયું ?
આપણે ત્યાં કહેવત છે કે “જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા” પરંતુ મોરબી આખામાં ચારેકોર જ્યાં જોવો ત્યાં ગંદકીના ગંજ જ જોવા મળે છે ઘરના આંગણે સાફ સફાઈના ડિંડક કરીને ઘર અંદર જ ગંદકી રાખી દેખાડવાના અને ચાવવાના દાંત અલગ અલગ બતાવ્યા જેવો ઘાટ મોરબી શહેરમાં જોવા મળે છે સેવા સદને સાફ સફાઈ કરીને દેખાડો તો કર્યો પણ શહેર અંદર ઝાંખીને જોવો તો ખ્યાલ આવે સાફ સફાઈના અભાવે શહેરીજનો કેવી મુશ્કેલી અનુભવી રહ્યા છે સાફ સફાઈના નામે ડિંડક કરનારાઓએ પોતાના દિલોદિમાગની સાફ સફાઈ કરે તોજ સારા વિચારો સ્વચ્છ વિચારો થકી શહેરની સુંદરતામાં વધારો થશે સરકાર સ્વચ્છ અભિયાન ચલાવીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે જેથી કરીને શહેર હોય કે ગામડું કે કોઈ સરકારી કચેરી જેમાં સરકાર દ્વારા ખાસ સફાઈનું ધ્યાન રાખવામાં આવતું હોય છે અને લોકોનું આરોગ્ય પણ જળવાઈ રહે અને શહેર સાફ સુથરુ રહે સફાઈ અભિયાનની મોટા પાયે ઝુંબેશ પણ હાથ ધરવામાં આવતી હોય છે મોરબીના જિલ્લા સેવા સદન જ્યાં કલેક્ટર ડીડીઓ, સહિતના જિલ્લા પંચાયત પ્રમુખ અને અનેક સરકારી કચેરીઓ આવેલી છે જ્યાં ફોટોમાં જોઈ શકાય છે કે ઘાસ તો કાપ્યું પણ હવે તેને ઉપાડવા વાળું કોઈ નથી ઘાસના ઢગલા પડ્યા છે જાણે કોઈ તબેલો હોય ! ટાઇલ્સના ટુકડાનો વેસ્ટ પણ ગેટની બાજુમાં પડ્યો છે ચા ની પ્યાલીઓ જ્યાં ને ત્યાં પડી છે ગેટ પાસે કોઈ કચરા ટોપલી પણ નથી મૂકવામાં આવી કે જેથી કરીને લોકો તેમાં કચરો ફેંકી શકે જો મોરબી જિલ્લા સેવાસદનની આવી હાલત હોય તો શહેરની અન્ય જગ્યાની હાલત કેવી હશે ? જેથી સરકારના સ્વચ્છતા અભિયાનના મોરબીમાં લીરેલીરા ઉડતા હોય તેવો ઘાટ જોવા મળે છે