મોરબી પોલીસ ને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે “ મોરબી વાંકાનેર ને.હા.લાલપર આધ્યશકતિ ચેમ્બસ -૨ માં આવેલ સીગ્નેચર વેલનેસ સ્પા ના સંચાલક શારૂખભાઇ યુનુશભાઇ મુલતાની આ સ્થળે ગે.કા. પોતાના આર્થીક લાભ માટે પોતાના કબ્જા ભોગવટાવાળા સીગ્નેચર વેલનેસ સ્પામાં બહારથી આવેલ લલનાઓ (મહિલાઓ) પોતાના સ્પામાં રાખી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને (બોડી મસાજ) ના ઓઠાતળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનુ ચલાવે છે.” તેવી હકિકત હોય જે આધારે પોલીસ રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલક વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટની ૧૯૫૬ની કલમ ૩(૧), ૪, ૫(૧)(એ), ૫(૧)(ડી), ૬(૧)(બી) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
> આરોપીની ગુન્હો કરવાની પધ્ધતિ (એમ.ઓ.) :-
આ કામે આરોપીઓ ગ્રાહકો પાસેથી શરીર સુખ માટે ગ્રાહક દીઠ રૂપિયા ૨૦૦૦/- અલગ થી વસુલી લઇ સ્પામાં બોડી મસાજ ની આડમાં કુટણખાનુ ચલાવતા હોવાનુ જણાઇ આવેલ છે.
> પકડાયેલ આરોપીના નામ
શારૂખભાઇ યુનુશભાઇ મુલતાની રહે.ક્રીષ્નાપાર્ક શેરી નં. ૧ વાવડી રોડ મોરબી-૧ તા.જી.મોરબી