Tuesday, May 20, 2025

માળીયા: મચ્છુ નદીના પુલ પાસે કાર માં રાખેલ ઇંગ્લીંશ દારૂનો જથ્થો એલસીબી એ ઝડપી લીધો

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી પોલીસ ને ખાનગીરાહે હકિકત મળેલ કે, કચ્છ તરફથી એક ગ્રે કલરની હુન્ડાઇ 1-20 ગાડી નં. GJ-36-B-8119 વાળીમાં પરપ્રાંતમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી માળીયા મિંયાણા તરફ આવનાર છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ હોય જેની જાણ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફને કરતા હકિકત વાળી ગાડીનો પીછો કરતા ગાડી ચાલક પોતાની ગાડી માળીયા મિંયાણા નજીક આવેલ મચ્છુ નદીના પુલ પાસે રેઢી મુકી નાશી ભાગી ગયેલ જે ગાડીમાંથી વિદેશી શરાબ સહિત નો મુદામાલ મળી આવતા માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

– પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-

હુન્ડાઇ 1-20 ગાડી નં. GJ-36-B-8119 ના ચાલક તથા તપાસમાં ખુલે તે

> પકડાયેલ મુદામાલની વિગત –

(૧) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૩૨૧ ની કિ.રૂ. ૨,૨૦,૨૦૬/-

(૨) હુન્ડાઇ 1-20 ગાડી નં. GJ-36-B-8119 ની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૫,૨૦,૨૦૬/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW