દાદીના માનસિક ત્રાસથી કંટાળીને ઘર છોડીને નીકળી ગયેલ ૧૭ વષૅની કિશોરી ને તેમના પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ અભયમ ટીમ
*દાદી ના માનસિક ત્રાસથી કંટાળી કિશોરી ઘરેથી કહ્યા વગર નીકળી ગયી હતી*
*મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે*
*૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે લખધીરપુર ગામમાં રસ્તામાં એક અજાણી યુવતી રડતી -રડતી આમતેમ દોડાદોડી કરે છે તેઓ ખુબ જ રડે છે અને મારી મરી જવું એવો એક જ શબ્દ બોલે છે દીકરી ખુબ જ ગભરાયેલી છે તેઓ ચિંતામાં છે માટે યુવતીની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની મદદ ની જરૂર છે.*
*જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા તેમજ મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠિવાર અને પાયલોટ વિજયભાઈ ઘટના સ્થળે સગીરાની મદદ માટે પહોંચ્યા હતા સગીરાને ત્યાંના લોકો એ એક સુરક્ષિત કારખાનાએ બેસાડેલા હતાં.*
*૧૮૧ ટીમે કિશોરી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કિશોરી ખુબ જ ગભરાયેલી હતી બેનને સાંત્વના આપવામાં આવેલ અને મોટીવેટ કરેલ કિશોરી નું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે તેમના માતા પિતા બંને મૃત્યુ પામ્યા અને તેઓ એક ભાઈ અને બે બહેનો એમ ત્રણ ભાઈ-બહેન તેમના દાદી સાથે રહેતા હતા ત્યારબાદ કિશોરી એ વધુ માં જણાવેલ કે કામકાજ બાબતે તેમના દાદી ખીજાતા હતાં અને રસોઈ બનાવવા બાબતે પણ તેમના દાદી નાની -નાની વાતે દિકરી સાથે અયોગ્ય વર્તન કરતા હતા અને માનસિક રીતે ત્રાસ આપતા હતા તેમજ ઘરની બહાર નીકળી જા તેવું વારંવાર બોલતા હતા ને તેમના દાદી તેમને તું મરી જા અને ઘરેથી નીકળી જા તેવું ખરાબ-ખરાબ બોલતા હતા જેથી કિશોરી આવાં અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કંટાળીને ઘર છોડીને કોઈને પણ કહ્યા વગર ચાલતાં ચાલતાં ઘરેથી નીકળી ગયી હતી.*
*ત્યારબાદ ૧૮૧ ટીમે કિશોરીના દાદી અને ભાઈનું સરનામું પુછેલ અને તેમનો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા કિશોરી નાં ભાઈ સાથે વાતચીત કરેલ અને તેમના ઘરે ગયેલા બાદમાં કિશોરીએ જણાવેલ કે તે માત્ર વીસ દિવસ ની હતી ત્યાંરથી તેમના મમ્મી મૃત્યુ પામ્યા અને પપ્પાએ બીજા લગ્ન કરેલા પરંતુ ત્રણ-ચાર વર્ષ પછી તેમના પપ્પા પણ મૃત્યુ પામ્યા અને બીજા મમ્મી ત્રણેય બાળકો ને મુકીને ચાલી ગયા ત્યારથી ત્રણ ભાઈ-બહેન તેમના દાદી સાથે રહીએ છીએ કિશોરી નાં પરિવારે જણાવેલ કે દિકરી ને તેમના દાદીએ ઘરની બહાર નીકળી જવાનું કહેતા અને તું મરી જા તેવું કહેતા દિકરી ને ખોટું લાગી આવતા અમારી જાણબહાર તેમની દિકરી ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ તેઓએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમની દિકરી મળેલ નહીં.*
*ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ તેમજ કિશોરી સાથે મારઝુડ ન કરવાં તેમજ અયોગ્ય વર્તન ન કરવાં અને દિકરી ને શિક્ષણ આપવા બાબતે તેમના દાદી નેં લાંબી સમજાવટ આપવામાં આવી તેમજ કિશોરી નું ધ્યાન રાખવા તેમના દાદી અને ભાઇને જણાવેલ.*
*આમ કિશોરીએ કયારેય પણ ઘરની બહાર ન નીકળવાનો સંકલ્પ કર્યો હતો અને રાજી-ખુશીથી તેમના પરિવાર સાથે જવાનું કહેલ કિશોરીના પરિવાર જનોએ તેમની દિકરી ને સહિ સલામત તેમના ઘરે પહોચાડવા બદલ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.*