(અહેવાલ: મયંક દેવમુરારી)
તા.૦૯/૦૧/૨૦૨૫ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા,GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
ઉપરોક્ત બ્લડ ડોનેશન કેમ્પને સરવડ પંચાયતના સરપંચ,નવનીતભાઈ, ગામના આગેવાન મણીલાલ સરડવા અને જીલ્લા આર.સી.એચ. અધીકારી ડો. સંજય શાહ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ, અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો, આ કેમ્પમાં સરવડ ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ.કુલ ૪૬ યુનિટ બ્લડ નું કલેક્શન કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં જિલ્લા IEC ઓફિસર સંઘાણીભાઈ, ડો.અક્ષય સુરાણી, મેડીકલ ઓફિસર,પ્રા.આ.કેન્દ્ર -સરવડ માળીયા તાલુકા હેલ્થ સુપરવાઈઝર શમુકેશ પરમાર તેમજ પ્રા.આ.કેન્દ્ર સરવડ ના પંકજભાઈ પીઠડીયા સહિતના એ જહેમત ઊઠાવી હતી