મોરબી મહાનગર પાલિકા તો બની પણ લાંબા અંતર ની ટ્રેનો ક્યારે મળશે?
મોરબી જીલ્લાને રેલ્વે ટ્રેન લાંબા અંતરની ગાંધીધામ મોરબી કામ્બીયા ભુજ, મોરબી બાંન્દ્રા વીકલી સીવાઈ કોઈજ ટ્રેન નથી તો લોકોની માંગણી ને ધ્યાને લઇ ને તમામ વેપારી વર્ગ ડોકટર, વકીલ, ઉદ્યોગપતિઓ આમ લોકો પ્રજાની વચ્ચે જઈને માર્ગદર્શન મેળવી લોકોની માંગણી ને આપની સામે રજુ કરીએ છીએ કે મોરબીને ભુજ ગાંધીધામ મોરબી હરીદ્વારા સુધી ટ્રેન જોઇએ તેમજ ડેઈલી ભુજ મોરબી અમદાવાદ જે હાલમાં વંદેમાતરમ ૬ દિવસ ચાલે છે તેને ૩ દિવસ મોરબી થી ચલાવામાં આવે તેવી માંગણી છે સાથે મોરબી રાજકોટ ડેઈલી ટ્રેન રાજકોટ સુધી લંબાવવી જોઈએ ગાંધીધામ મોરબી કામાખ્યા ના ફેરા વધારવા જોઇએ ૩ દિવસે કરવી જોઈએ હાલમા મોરબી જીલ્લામાં મત વિસ્તાર હોવાથી આપની પાસે ઉપરોકત રેલ્વે ટ્રેનો માટે અપેક્ષાઓ છે. ભુજ ગાંધીકામ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર સુધી ટ્રેન માટે સવલંત મળે તેવી આશા ભારતીય રેલ વિભાગને સૌથી હુંડીયામણ ગુજરાત સૌરાષ્ટ્ર મોરબી સીરેમીક ઉદ્યોગ મીઠા ઉદ્યોગ ધડીયાળ જેવા ઉદ્યોગો દ્વારા કરોડો રૂપિયા કમાઈને રેલ્વે આપે છે તો સાથે ત્યાં લોકોને સુવીધા મળે તેવી માંગણી સાથે મોરબી ન.પા ના પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ સીરોહિયા એ મોરબી જિલ્લાના માં આવતા મતવિસ્તાર ના સાંસદો ને લેખિત રજૂઆત કરી છે