(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી: “સર્વજન સુખાય,સર્વજન હિતાય” ના મંત્ર ને અદમ્ય વેગ આપી રહેલા દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના”પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નું ટીબી મુક્ત ભારત માટેનું ૧૦૦દિવસ નું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આયુષ્યમાન આરોગ્ય મંદિર ધરમપુર દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કામગીરી કરાઈ હતી મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો વાસ્તવ અને જીલ્લા ક્ષય અધિકારી ડો ડી ડી અજાણા ,તથા મોરબીતાલુકા આરોગ્ય અધિકારી ડો રાહુલ કોટડીયા ,તાલુકા સુપરવાઈઝર શૈલેષભાઈ પારેજીયા ની અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળાના મેડિકલ ઓફિસર ડો.સંજય જીવાણી તથા સુપરવાઈઝર કે કે કાલરીયા ના માર્ગદર્શન અનુસાર આયુષ્યમાન આરોગ્ય મંદિર ધરમપુર ના CHO છાયાબેન નિમાવત,FHW ક્રિષ્નાબેન જાદવ,MPHW પ્રકાશભાઈ મકવાણા અને ગામના આશા બહેનો દ્રારા રાષ્ટ્રીય ટીબી અભિયાન ના હેતુ અનુસાર ટીબી ના દર્દીઓ શોધી તેમને મફત દવા પુરી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના અંતર્ગત ગામનાં લોકોને ટીબી વિશે યોગ્ય માહિતી આપી લક્ષણ ધરાવતાં લોકોના સ્પુટમ તપાસ તેમજ ખાસ ગામનાં ૬૦ + ઉંમર ધરાવતાં વડીલોને જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે લઇ જઈ તેમનો એક્સ રે કરાવી તેમનુ નિદાન વધુ યોગ્ય કરવામાં આવ્યું હતુ.આ કામ માં phc ખાખરાળાના ડ્રાઈવર રમેશભાઈ સવસેટા એ લાભાર્થીઓને ઘેર લઈ ને પાછા ઘેર પરત પહોંચાડવા કામગીરી કરેલ