માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત “વન્યજીવન-ગુજરાતના વન્ય પ્રાણીઓ” પુસ્તકનું વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વિમોચન
રાજ્યના વન વિભાગના સંકલનમાં રહીને તૈયાર કરાયેલ આ પુસ્તકમાં એશિયાટિક સિંહો, દિપડો, ઘુડખર, જરખ, રીંછ કાળિયાર, જેવા વન્ય પ્રાણીઓથી લઈને દરિયાઈ વિસ્તારમાં વિહરતી ગુજરાતનું ગૌરવ એવી ઈન્ડો પેસિફિક હમ્પબેક ડોલ્ફિન, વ્હેલ શાર્ક, બ્લુ વ્હેલ વગેરે દરિયાઈ પ્રાણીઓ સહિત ગુજરાતના વન્ય જીવન વિશેની સંપૂર્ણ માહિતીને સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.