Friday, January 10, 2025

ભડીયાદ રોડ પર થી વિદેશી દારૂ ની ૧૦૫ બોટલ ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ

Advertisement

મોરબીના ભડીયાદ રોડ પર જવાહર સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૦૫ બોટલો કિં રૂ. ૭૧,૬૦૬ નો મુદ્દામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી સિટી બી ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે આરોપી વિજયભાઇ સીવાભાઇ મકવાણા તથા ભરતભાઇ ધનજીભાઇ મકવાણા રહે.‌બંને જવાહર સોસાયટી, ભડીયાદ રોડ મોરબીવાળાઓએ પોતાના રહેણાક મકાનમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ- ૧૦૫ જેની કુલ કિ.રૂ ૭૧,૬૦૬/- નો મુદામાલ ઝડપી પાડી આરોપીઓ રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવેલ હોય જેથી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW