આ સમગ્ર કેસની જો વાત કરીએ તો હકીકત એવી છે કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વા.તા.પો.સ્ટે.ગુ.રજી.નં.૮૬૭/૨૦૨૪ થી બંધારણની માતાએ ભોગ બનનાર સગીર વયની હોય અને ભોગ બનનારને આરોપી સુરજ રામ ભરોસા રામભર વાળો અપરણ કરી અને લઈ ગયેલ હોય અને ભોગ બનનાર સાથે દુષ્કૃત્ય કરેલ હોય ભોગ બનનાર ની ઉંમર 16 વર્ષની હોય તેણીને લલચાવી ફોસલાવી ભગાડી ગયેલ હોય જેથી ભોગ બનનાર ની માતાએ પોલીસમાં ફરિયાદ આપેલ અને પોલીસે આરોપી સુરજ રામ ભરોસા રામભરની અટક કરી પોક્સો કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરેલ અને તપાસ બાદ પોલીસે પોક્સો કોર્ટમાં ચાર્જસીટ કરતાં ચાર્જસીટ બાદ આરોપી સુરજ રામ ભરોસા રામપરના ઓએ મોરબીના સિનિયર એડવોકેટ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનારું એ. પરમાર તરફથી રેગ્યુલર જામીન પર મુક્ત થવા અરજી કરતાં સેશન્સ જજ શ્રી કે આર પંડ્યા સાહેબે આરોપી સુરજને રૂપિયા 25,000 ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે