વાંકાનેર તાલુકાના પોલીસ ને મળેલ હકીકત આધારે તાલુકાના કોઠારીયા ગામની ખારા સીમમા નાથાભાઈ ખોડાભાઈ કોબીયાની કબ્જા ભોગવટા વાળાની વાડીમાંથી વિજયભાઈ ચકુભાઈ કોબીયા ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.કોઠારીયા તા.વાંકાનેર જી.મોરબી વાળાને (૧) અલગ અલગ બ્રાન્ડની ભારતીય પરપ્રાંત બનાવટની ૭૫૦ એમ.એલ. ની કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૮ કી.રૂ. ૩૭,૬૬૨/- તથા (૨) ભારતીય પરપ્રાંત બનાવટનું કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમાયમ બીયર ૫૦૦ એમ.એલ. ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી કંપની શીલપેક બીયર ટીન નંગ-૪૦ કિ રૂ.૪૬૦૦/- એમ મળી કુલ કી.રૂ.૪૨,૨૬૨/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી અને સદરહુ ઇંગ્લીશ દારૂનો જથ્થો આપી જનાર કાનભા ઉર્ફે મુલરાજસિંહ મહાવીરસિંહ ઉર્ફે મધુભા ઝાલા રહે.કોઠારીયા તા.વાંકાનેર જી.મોરબી વાળો આપી ગયેલ હોવાની કબુલાત આપતા બંન્ન વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબનો ગુન્હો રજી.કરી તથા માલ આપી જનાર કાનભા ઉર્ફે મુલરાજસિંહ મહાવીરસિંહ ઉર્ફે મધુભા ઝાલા રહે.કોઠારીયા તા.વાંકાનેર જી.મોરબી વાળાને પોલીસે શોધી કાઢવા ચક્રો ગતીમાન કરેલ છે
• આરોપીઓના નામ
(૧) વિજયભાઈ ચકુભાઈ કોબીયા ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.કોઠારીયા તા.વાંકાનેર જી.મોરબી
(૨) કાનભા ઉર્ફે મુલરાજસિંહ મહાવીરસિંહ ઉર્ફે મધુભા ઝાલા રહે.કોઠારીયા તા.વાંકાનેર જી.મોરબી
* કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) રોયલ સ્ટગ સુપીરીયર વ્હીસ્કી ની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ-૧૨ કી.રુ.૮૦૭૬/-
(૨) બ્લેન્ડર પ્રાઈડ એક્સક્વીઝીટ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ-૧૨ કી.રુ. ૧૧,૭૪૮/-
(૩) માસ્ટર બ્લેન્ડર સીગનેચર વ્હીસ્કી ૭૫૦ એમ.એલની. બોટલ નંગ-૧૨ કી.રૂ.૧૧૦૬૪/-
(૪) મેક ડોલ્સ નંબર-૧ ડીલક્ષક વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ-૧૨ કી.રૂ.૬૭૭૪/-
(૫) કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમાયમ બીયર ૫૦૦ એમ.એલ. ટીન નંગ ૪૦ કિ રૂ.૪૬૦૦૦/-
કુલ મુદામાલ કી.રૂ. ૪૨,૨૬૨/-