Sunday, January 26, 2025

હળવદ મયુરનગર ગામની સીમમાં ખેતીની સાથે ઈંગ્લિશ દારૂની ખેતી કરીને ડબલ કમાણી કરનારો ખેડુત ફરાર

Advertisement

હળવદ મયુરનગર ગામની સીમમાં ખેતીની સાથે ઈંગ્લિશ દારૂની ખેતી કરીને ડબલ કમાણી કરનારો ખેડુત ફરાર

હળવદના મયુરનગર ગામની સીમમાં વાડીના ગોડાઉનમાં ખેતીની જણસી રાખવાના બદલે ઈંગ્લિશ દારૂ ભરેલુ ગોડાઉન ઝડપાયું

મોરબી એલસીબી ટીમે મયુરનગર ગામની સીમમાં ત્રાટકી ગોડાઉનમાં સંતાડેલો ૭.૯૧ લાખનો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ

હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂ મોટો જથ્થો ઝડપી લેતી LCB

અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૯૩૮ તથા બીયર ટીન નંગ-૨૬૪ મળી કુલ રૂ.૭,૯૧,૪૪૬ નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી

મોરબી એલસીબી પીઆઇ ને ખાનગીરાહે હકિકત મળેલ કે, ભાનુભાઇ ચંદુભાઇ ડાંગર રહે. મયુરનગર તા.હળવદ જી.મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી હળવદ તાલુકાના મયુરનગર ગામની પાદર વાળી સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાંથી ઇગ્લીશ દારૂ / બીયરનો જથ્થો રાખેલ છે અને તેનુ વેચાણ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઇડ કરતા દારૂ બિયર સહીતનો મુદામાલ મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

– અટક કરવા પર બાકી આરોપીનુ નામ સરનામુ:-

ભાનુભાઇ ઉર્ફે કાળુભાઇ ચંદુભાઇ ડાંગર રહે.મયુરનગર (વાટાવદર) તા.હળવદ જી.મોરબી

– પકડાયેલ મુદામાલની વિગત –

(૧) મેકડોવેલ્સ નં-૧ બ્લેન્ડેડ એન્ડ સ્મુથ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની નંગ-૬૪૫ કિ.રૂ.૩,૬૨,૪૯૦/-

(૨) જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની નંગ-૧૯૭ કિ.રૂ.૨,૯૭,૦૭૬,/-

(૩) બ્લેન્ડર્સ પ્રાઇડ અલ્ટ્રા પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૯૬ કિ.રૂ.૧,૦૬,૨૭૨/-

(૪) ટુબર્ગ સ્ટ્રોંગ પ્રીમયમ બીયરના ૫૦૦ એમ.એલ.ના ટીન નંગ-૨૬૪ કિ.રૂ.૨૫,૬૦૮/-, ગણી મોટી બોટલો નંગ-૭૩૪ બીયર ટીન નંગ-૨૬૪ મળી કુલ કિ.રૂ.૭,૯૧,૪૪૬/- નો મુદામાલ કબજે કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW