મોરબી માળીયા હાઈવે વિદરકાના પાટીયા પાસે એલસીબી ટીમે પરંપરા હોટેલના ગ્રાઉન્ડમાં ધમધમતુ ગેસ ચોરી કૌભાંડ ઝડપ્યું
મોરબી એલસીબી પીઆઈ મયંક પંડ્યા ની ટીમે દરોડો પાડી 56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
મોરબી તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ ની ટીમ ને મળેલ ખાનગી હકિકત ના આધારે માળીયા તાલુકાના વિર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાં અમુક ઇસમો દ્વારા ટેન્કરમાંથી ગેરકાયદે ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો સીલેન્ડરમાં ગેરકાયદેસર ભરી તે કાળાબજારમાં વેચવાની પ્રવૃતિ કરતા હોય જેથી આ અંગે પોલીસે રેઇડ કરતા એક ઇસમને રૂ.૫૬,૪૦,૧૦૬/-ના મુદામાલ સાથે પકડી પાડી કુલ-૪ આરોપીઓ વિરુધ્ધ માળીયા (મિં) પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરવામાં આવી છે
> પકડાયેલ આરોપીના નામ સરનામા –
(૧) સાજન સન/ઓફ સરીફખાન પઠાણ ઉ.વ.૨૧ રહે.હાલ પરંપરા હોટલ વિર વિદરકા ગામ તા.માળીયા(મિ) જી.મોરબી મુળ રહે.ચૌની પોસ્ટ પરભેલી જી.કટીહાર (યુ.પી)
> પકડવાના બાકી આરોપીના નામ સરનામા –
(૧) ટૅન્કર નં.GJ12AU6771 નો ચાલક
(૨) મહીંદ્રા બોલેરો પીક અપ ગાડી નં. GJ16Z3230 નો ચાલક
(૩) બોલેરો ગાડી રજી.નં. GJ16Z3230 ના ચાલક સાથેનો બીજો એક માણસ
> કબ્જે કરેલ મુદામાલ –
1. ગેસ ભરેલ ટેન્કર નં. GJ12AU6771 ગેસના જથ્થા સહિતની કૂલ કિં.રૂ.૫૧,૦૨,૧૯૬/-
2. ગેસ ભરેલા સીલેન્ડર નંગ-૧૨ બાટલા સહીત કિ.રૂ.૨૯,૨૮૦/-
3. બોલેરો ગાડી નં. GJ1623230 કિ.રૂ. કિં.રૂ.૫,૦૦,૦૦૦
4. ગેસના ખાલી સીલેન્ડર નંગ-૮ કિ.રૂ.૪૦૦૦/-
5. એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦/-
6. ઇલેકટ્રોનીક વજનકાંટો તથા રબ્બરની વાલ્વવાળી નળી નંગ-૪ તથા ખાલી વાલ્સ નંગ-૦૪ તથા અન્ય સાધનો મળી કુલ કિ.રૂ.૫૬,૪૦,૧૦૬/- નો મુદામાલ કબ્જે કરેલ છે.