Monday, February 3, 2025

મોરબી જિલ્લામાં મતદાન મથક માટેની માર્ગદર્શિકા જાહેર કરાઇ

Advertisement

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.

મોરબી જિલ્લામાં આગામી તારીખ ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાન યોજાશે. મતદાનના દિવસે મતદાન મથકો પર મોટી સંખ્યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો પર તથા તેની નજીકના વિસ્તારોમાં મતદાનના દિવસે અડચણ થતી અટકાવવા તથા જાહેર સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.ઝવેરી, મોરબી દ્વારા મતદાન મથક માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ચૂંટણીમાં મતાધિકાર વાપરનાર તમામ મતદારોને જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્થાન પાસે એક લાઈનમાં ઉભા રહેવું. જો સ્ત્રીઓ માટે જુદી લાઈન હોય તો તેમાં જ તેણીએ ઉભા રહેવું. તેમજ દિવ્યાંગ અને સિનિયર સીટીઝન વ્યકિતઓને મતદાન કરવા માટેની સૌપ્રથમ પ્રાથમિકતા આપવાની રહેશે.

આ ઉપરાંત મતદારે મતદાન મથકમાં લાઈન મુજબ પોતાના ક્રમાનુસાર એક પછી એક દાખલ થવાનું રહેશે. મતદારે પોતાનો મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્તારમાંથી ચાલ્યા જવાનું રહેશે.

ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ આગામી તારીખ ૧૬/૦૨/૨૦૨૫ ના દિવસ માટે અમલમાં રહેશે. આ માર્ગદર્શિકા મોરબી જિલ્લાના ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારી વ્યક્તિ નિયમ અનુસાર શિક્ષાને પાત્ર થશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW