વાંકાનેરની બ્રહ્મસમાજ સોસાયટીમાંથી ચોરી કરનાર ઈસમને વાંકાનેરના અમરસર ફાટક પાસેથી વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય અને ખાનગી રાહે તેમજ ટેકનીકલી માધ્યમથી બાતમી મળેલ કે, વાંકાનેર બ્રહ્મસમાજ સોસાયટીમા ચોરી કરનાર ઇસમ વાંકાનેરના અમરસર ફાટક પાસે ઉભેલ હોય જેથી બાતમીવાળી જગ્યાએથી ઇસમ શાહરૂખ ઉર્ફે બાઠીયો સલીમભાઇ શેખ ઉ.વ.૨૫ રહે. નાગોરીવાસ મસ્જીદની સામે ચન્દ્રોડા ગામ તા.બેચરાજી જી.મહેસાણાવાળો મળી આવતા ચેક કરી ખરાઇ કરતા તેમની પાસેથી મોબાઇલ નંગ-૦૨ તથા રોકડા રૂપીયા ૧૦,૨૦૦/- મળી આવેલ હોય જે વાંકાનેર ખાતેની ચોરીમા ભાગબટાઇના મળી આવેલ હોવાની કબુલાત આપેલ છે. તેમજ પુછપરછ દરમ્યાન સહ આરોપી વસીમ ઉર્ફે લધો સલીમભાઈ પઠાણનુ નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.