મોરબી પંથક માં છેલા ઘણા સમય થી દીપડો આંટાફેરા કરતો હોવાનું ગ્રામજનો દ્વારા સામે આવ્યું હતું ગત રાત્રે મોરબી નજીક ચકમપર ગામે બકરી નું મારણ કરતા બાદ ગ્રામજનો દ્વારા વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડા ને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું જેમાં દીપડો કેદ થઈ જતાં ગ્રામજનો અને વન વિભાગ દ્વારા રાહત નો શ્વાસ લીધો હતો
મોરબીના ચકમપર ગામે બકરીનુ મારણ કરીને આતંક મચાવનાર દિપડો પાંજરે પુરાયો
વન વિભાગની ટીમે ગણતરીની કલાકોમાં દિપડાને પાંજરે પુરી દીધો
ચકમપર વિસ્તારમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો