મોરબી એ. ડીવી. પોલીસને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે મુકેશભાઇ લખમણભાઇ નકુમ રહે.મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટી ભાંડીયાની વાડી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં ઈગ્લીસ દારૂની બોટલો રાખી વેચાણ કરે છે.જે હકિકત આધારે રેઈડ કરતા રહેણાંક મકાને આરોપી હાજર મળી આવતા તેમજ મકાનમાથી ઇગ્લીશ દારૂ ની કુલ બોટલ નંગ-૭૨ કિ.રૂ.૪૮,૪૫૬/-ના મુદામાલ મળી આવતા તેમજ સદરહુ મુદામાલ આપનાર ઇસમ ઈશ્વરભાઈ ઉર્ફે બાલો કરશનભાઈ કણઝારીયા રહે.મોરબી વાવડી રોડ હદાણીની વાડી વાળો નહી મળી આવતા મજકુર ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
(૧) મુકેશભાઇ લખમણભાઇ નકુમ રહે.મોરબી લીલાપર કેનાલ રોડ બોરીયાપાટી ભાંડીયાની વાડી
(૨) ઈશ્વરભાઈ ઉર્ફે બાલો કરશનભાઈ કણઝારીયા રહે.મોરબી વાવડી રોડ હદાણીની વાડી (અટક કરવા પર બાકી)
કબ્જે કરેલ મુદામાલ –
(૧) રોયલ સ્ટગ સુપરીયર વ્હીસ્કી ૭૫૦ એમ.એલ કાચની કંપની શીલબંધ બોટલો નંગ.૭ર કુલ કિ રૂ,૪૮,૪૫૬/- મુદામાલ કબ્જે કરેલ છે.