મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત તારીખ ૧૬ ફેબ્રુઆરીના જંગી મતદાન કરવામાં આવ્યું છે. મહત્તમ પ્રમાણમાં મતદાન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
ત્યારે મીનલ દિલીપભાઈ મહાલીયા નામની કન્યાએ દિગ્વિજય સ્કૂલ ખાતે જઈને મતદાન કર્યું હતું. તેઓએ લગ્ન પહેલા મતદાનની પવિત્ર ફરજ બજાવીને આજના યુવાનો માટે પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. તેણીના માતા, પિતા અને બે ભાઈઓએ કન્યા વિદાય પહેલા સ્કુલે આવીને મતદાનની ફરજ અદા કરી હતી..