મોરબી જિલ્લા વિસ્તારમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ ડ્રગ્સ અંગેની જાગૃત્તા અને અવેરનેશના કાર્યક્રમો કરવા જરૂરી સુચનો કરેલ.
તેમજ ગઇ તા.૩૦/૦૧/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લા NCORD કમીટીની કલેકટર ની અધ્યક્ષતામાં યોજેલ મીટીંગમાં કરવામાં આવેલ ચર્ચા અને સુચના અન્વયે શિક્ષણ વિભાગ સાથે રહી સ્કુલ/કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને ડ્રગ્સ અંગે જાગૃત્તા લાવવા તેમજ તેની થતી આડ અસરો અંગેના અવેરનેશના કાર્યક્રમો કરવા જણાવેલ હોય જે અન્વયે તા.૧૭/૦૨/૨૦૨૫ ના રોજ મોરબી જિલ્લાના વિસ્તારમાં આવેલ (૧) નેસ્ટ-કે-ટ્વેલ વિદ્યાલય મોરબી (૨) એમ.પી.દોશી વિદ્યાલય-ટંકારા (૩) ધ ફૈઝ બ્રાઇટ સ્કુલ-વાંકાનેર ખાતે એસ.ઓ.જી. ટીમના અધિકારી/કર્મચારી તેમજ શિક્ષણવિભાગના અધિકારી તેમજ સ્કુલ/કોલેજના વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષકો ની ઉપસ્થિતીમાં નાર્કોટીક્સ માદક પદાર્થની ઉત્પતી તથા તેનાથી બનતા ડ્રગ્સ અંગેની જાણકારી તથા ડ્રગ્સના સેવનથી માનસ જીવન ઉપર થતી આડ-અસરો તથા આવી પ્રવૃતિ ધ્યાન ઉપર આવ્યે લગત એજન્સીને કેવી રીતે માહિતી આપવી તેવી સમજ અંગે PowerPoint Presentation દ્વારા વિદ્યાર્થીઓને સમજ કરી માર્ગદર્શન આપવામાં આવેલ. અને કાર્યક્રમ દરમ્યાન ઉપરોક્ત ત્રણ સ્કુલોના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ મળી આશરે કુલ-૨૩૭ જેટલા હાજર રહેલા હતા.