વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની એક પછી એક સફળ રજૂઆત.
ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા 67-વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં *ધારાસભ્ય જીતુભાઈ સોમાણી* ની રજૂઆતને ધ્યાનમાં રાખી,(1) તીથવા જડેશ્ચર રોડ થી ભંગેશ્ચર મંદિર સુધીનો રસ્તો જેની રકમ અંદાજીત રૂા-1 કરોડ (100 લાખ),
(2) દેરાળા ગામ થી ખાનપર ગામ સુધીનો રસ્તો જેની અંદાજિત રકમ રૂા-2.75 કરોડ (275 લાખ),
(3) એસ.એચ.થી નવા રાતીદેવરી મંદિર રોડ જેની અંદાજિત રકમ રૂા- 70 લાખ
(4) જાલી ચોકડીથી હસનપર ગામ સુધીનો રસ્તો જેની અંદાજિત રકમ રૂા-2.10 કરોડ (210 લાખ)
(5) ગારીડા થી સમઢીયાળા, ગુંદાખડા અને સતાપર ગામને જોડતા રસ્તાનું કામ જેની અંદાજીત રકમ રૂા-4 કરોડ (400 લાખ) મંજુર કરવામાં આવેલ છે તે બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર માન્યો હતો