મોટા ભેલા ના જાગૃત આગેવાન મુળુભાઈ ગોહેલ દ્વારા અજુઆત મળી કે પીપળીયા ચાર રસ્તા સંપ હેઠળ આવતા નાના ભેલા સંપ ગ્રુપ ના ગામો માં પીવાનું પાણી – અનિયમિત અપૂરતું, ફોર્સ વગર આવે છે.
જો ઉનાળો નથી આવ્યો ત્યાજ આવી સ્થિતિ છે. તો ઉનાળા માં શું. થશે? સરકારી તંત્ર સરકારી કોન્ટ્રાકટર ક્યારે આવતા નથી? અને લોકોને ભગવાન ભરોસો મુકેલ છે.!
તો બીજી બાજુ મચ્છુ – ૨ કેનાલ નું પાણી ખુબજ મોટી માત્રા માં હોકળાઓ માં વહી રહ્યું છે.! પાણી નો બગાડ થઇ રહ્યો છે. પરંતુ લોકોને પીવા માટે પાણી મળતું નથી આવો કારોબાર સરકારી તંત્ર નો છે!!
તો આના માટે લગત ડીપાર્ટમેન્ટ ને આપના દ્વારા યોગ્ય આદેશો આપી. આ વિસ્તાર ના લોકો ને પીવાનું પાણી પુરતું અને નિયમિત પુરા ફોર્સ થી મળે તેવું કરવા વિનતી.
જો આવું કરવામાં નહિ આવે તો ના છુટકે આ બધાજ ગામોના લોકો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાંત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા માંગ કરવામાં આવી છે



