દુધ પાઈને મોટા કરેલા!! ખનીજ માફીયાઓએ ખાણ ખનીજ વિભાગના સરકારી અધિકારીઓને ડસવાની આપી ધમકી!

Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ખાણ ખનીજ અધિકારીઓને મળી ખનીજ માફીયાઓની ખુલ્લી ધમકી

ખાણ ખનીજ અધિકારીઓએ રેતી ખનન કરતા માફીયાઓના પકડેલા વાહનો ખનીજ માફીયાઓ છોડાવી ગયા

મોરબી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનુ ખનીજ માફીયાઓ સામે કંઈ ઉપજતું ન હોય તેવો ઘાટ!!

સરકારી ગાડીઓનો પીછો કરી દેખરેખ રાખતા ખનીજ માફીયાઓ બન્યા બેફામ, હપ્તારાજથી! તગડા બની ગયેલા માફીયાઓએ કરી સિંહ ગર્જના

મોરબી: જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન સામે ખાણખનિજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં વિવાદ સર્જાયો છે. મોરબીના સાદુકા ગામે મચ્છુ નદીના પટમાં રેતીના ગેરકાયદે ખનનની બાતમીના આધારે કરવામાં આવેલી તપાસ દરમિયાન અધિકારીઓની ટીમ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન જપ્ત કરાયેલાં વાહનો બળજબરીથી છોડાવી લઈ જવામાં આવ્યાં હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ત્યારબાદ જિલ્લા ખાણખનિજ અધિકારીને ધમકી આપવામાં આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી અને જિલ્લા ખાણખનિજ અધિકારી જગદીશકુમાર સેમાભાઈ વાઢેરને સાદુકા ગામ નજીક મચ્છુ નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન થતું હોવાની બાતમી મળી હતી. આથી માઇન્સ સુપરવાઇઝર વિપુલભાઈ કંદોઈ અને તેમની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન બે ખાલી ટ્રક, એક લોડર ટ્રેક્ટર અને એક એક્સેવેટર મશીન જપ્ત કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે, આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર પહોંચેલા કેટલાક શખ્સોએ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત, જપ્ત કરાયેલાં વાહનો પણ બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવી છે.

આ ઘટનાના અનુસંધાને જિલ્લા ખાણખનિજ અધિકારી જગદીશકુમાર વાઢેર અને તેમના ડ્રાઇવર વિશાભભાઈ ચૌહાણ સરકારી બોલેરો ગાડીમાં જઈ રહ્યા હતા, ત્યારે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડ નજીક બલભદ્રસિંહ ઉર્ફે બબુભા જીવુભા ઝાલાએ પોતાની સફેદ ફોર્ચ્યુનર કાર રસ્તામાં ઊભી રાખીને તેમની ગાડી રોકાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, આરોપીએ વાહનો કેમ જપ્ત કરવામાં આવ્યાં તે અંગે સવાલ કરીને અધિકારીને જાહેરમાં અપશબ્દો કહ્યા હતા. સાથે જ તેમના ભાઈ કે દીકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા બાબતે વાંધો ઉઠાવી, રસ્તા પર મળશો તો ગાડી ચડાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ આરોપી ત્યાંથી નીકળી ગયો હોવાનું જણાવાયું છે.

આ સમગ્ર મામલે જિલ્લા ખાણખનિજ અધિકારી જગદીશકુમાર વાઢેરે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બલભદ્રસિંહ ઉર્ફે બબુભા જીવુભા ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ બીજી ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથક માં નોંધાય છે આ બનાવ મામલે માઈન્સ સુપરવાઈઝર વિપુલભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે (1) જયદીપસિંહ જીવુભા ઝાલા (ઉર્ફે મુન્નાસિંહ), (2) માનવેન્દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા, (3) હરદિપસિંહ દિલીપસિંહ જાડેજા, (4) ટ્રેક્ટર ડ્રાઈવર પ્રવિણભાઈ જીવાભાઈ અને (5) એક અજાણ્યા ડ્રાઈવર વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને મારપીટનો ગુનો નોંધીને પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW