જાહેરમાં છરી સાથે વિડીયો ઉતારી ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરતી હળવદ પોલીસ
સોશ્યલ મીડીયા એપ્લીકેશન ઇન્સ્ટાગ્રામમાં કેટલાક ઇસમોનો છરી સાથે ઉતારેલ વિડીયો વાયરલ થયેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેકટર આર.ટી વ્યાસ એ તપાસ કરાવતા વિડીયોમાં દેખાતા ઇસમો હળવદ પોલીસ સ્ટેશન વિસ્તાર રહેવાસીઓ તેમજ વિડીયો ઉતારેલ તે સ્થળ હળવદ સામંતસર તળાવ પાસે આવેલ બગીયાનો હોવાનુ જણાઇ આવતા પોલીસ સ્ટાફને જરૂરી હકિકત મેળવી તાત્કાલીક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી વાયરલ વિડીયોમાં દેખાતા ઇસમોની ઓળખ મેળવી છરી સાથે પકડી પાડી તેઓ વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમોના નામ સરનામા ::
(૧) જીતેશભાઇ સ/ઓ મનોજભાઇ કાનજીભાઇ રાઠોડ રહે હળવદ બાયપાસ ત્રણ રસ્તા પાસે
(૨) કરણભાઇ બળદેવભાઇ સડલીયા રહે હળવદ જી.આઇ.ડી.સી બાલાજી કારખાના પાસે