પોક્સો કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ: એક જ દિવસમાં દુષ્કર્મના 7 આરોપીઓને આજીવન કેદની સજા..
25મી ફેબ્રુઆરી 2025ના રોજ પોક્સો કેસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં નામદાર કોર્ટે સાત મહત્ત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. જેમાં દુષ્કર્મના સાતેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતા અમરેલી, વડોદરા અને રાજકોટની સાત અલગ-અલગ પીડિતાઓને ન્યાય મળ્યો છે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પોક્સો કેસમાં 3 વર્ષમાં નામદાર કોર્ટે 947 ચુકાદાઓમાં કડક કેદની સજા કરી, જેમાં 574ને આજીવન કેદ અને 11ને ફાંસીની સજા : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી