લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ, મોરબી ખાતેથી તાજેતરમાં અભ્યાસ પુર્ણ કર્યો છે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પોતાના વિષયમાં કે બ્રાન્ચ માં ટોપ કર્યું છે તેમને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવા આગામી *તારીખ ૦૫ માર્ચ ૨૦૨૫, બુધવાર* ના ૧૪ મા ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન નું આયોજન કરવામાં આવ્યું છે.
ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશન સાથે લખધીરજી એન્જીન્યરીંગ કોલેજ ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુ ગેધર નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન પી. એસ. પી. પ્રોજેક્ટસ પ્રા લિ. ના શ્રી પ્રહલાદભાઈ પટેલ છે જેઓ પણ આ કોલેજ ના ભુતપૂર્વ વિદ્યાર્થી છે.
ઉપરાંત લેન્કો એલમની એસોસિયેશન ના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને હર્ષા એન્જીનીયર્સ ના મેનેજીંગ ડીરેકટર શ્રી હરીશભાઈ રંગવાલા તથા એલ ઈ કોલેજ મોરબી ના પ્રિન્સીપાલ ડો. આર. કે. મેવાડા કાર્યક્રમ ના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી પ્રસંગ ની શોભા વધારશે.
દેશ વિદેશ માં વસતા એલ ઈ કોલેજ ના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ આ તકે પોતાની માતૃસંસ્થા ખાતે જુના સંસ્મરણો તાજા કરવા અને કોલેજ કાળના મિત્રો ને મળવા ખુબ જ ઉત્સાહ થી આવશે એવું સંસ્થા ના સેક્રેટરી એન આર હુંબલ અને જયદેવ શાહ ની યાદી માં જણાવાયુ છે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લેન્કો એલમની એસોસિયેશન ના પ્રેસિડેન્ટ અમૃત મેનપરા, તથા હસમુખ ઉભડીયા, પરેશ પટેલ સહિત ના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.