Sunday, March 2, 2025

મોરબીમાં કરુણા હેલ્પલાઈને બીમાર શ્વાનને નવજીવન આપ્યું

Advertisement

સમગ્ર રાજ્યમાં બીમાર, વૃદ્ધ, દિવ્યાંગ, અબોલ જીવોની સારવાર માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન કાર્યરત છે. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના માર્ગદર્શન હેઠળ ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન તેમની ફરજ સુપેરે બજાવી રહી છે.

તાજેતરમાં શોભેશ્વર રોડ ખાતે સ્થિત જિલ્લા સેવા સદનના પરિસરમાં એક શ્વાનને વાયરલ ઈન્ફેકશન (કેનાઈન પાર્વો વાયરસ) થયું હતું. જેથી તેણે અન્ન-જળનો ત્યાગ કરી દીધો હતો અને આ અબોલ જીવનું આખું શરીર કાંપતું હતું. આ અંગે ૧૯૬૨ ટીમને જાણ કરવામાં આવી હતી. આ કોલ મળતા જ તેઓએ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને આ બીમાર શ્વાનની સારવાર કરી હતી અને તેનો જીવ બચાવ્યો હતો.

આ સમગ્ર કામગીરી દરમિયાન જિલ્લા માહિતી કચેરી, જિલ્લા તિજોરી કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સિક્યોરીટી સ્ટાફનો સહયોગ મળ્યો હતો.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW