માળીયા તાલુકાના ખોબા જેવા છેવાડાના ગામની ભૂમિમાં જન્મ ધારણ કરી અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી ટાંચા સાધનો વચ્ચે પણ જેમને પોતાનું લક્ષ્ય સિદ્ધ કરી સચિવાલય સુધીની સફર પૂર્ણ કરી,જુદાં જુદાં બાવીસ જેટલા સરકારી મંત્રાલયોમાં મંત્રીશ્રીઓ સાથે કામ કર્યું,સતત પ્રજાની પડખે રહી ધારાસભ્ય અને સારસભ્ય બન્યા,જેમનું વાંચન વિશાળ છે,જેમને ગૃહમાં બોલતા સાંભળવા એક લ્હાવો છે, વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી જેમને *મીઠાબોલા* નું બિરુદ આપ્યું હતું,ત્યારબાદ જેમને ગુજરાત સરકારના પંચાયત, શ્રમ,રોજગાર ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી તરીકે સર્વોત્તમ કામગરી બજાવી અનેક નવી ગ્રામ પંચાયતો બનાવી,ગ્રામ પંચાયતોના ભવનોનું નિર્માણ કર્યું, સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી પોતાના વિભાગની અનેક યોજનાઓની અમલવારી કરાવી કામો પૂર્ણ કરાવ્યા,મોરબી પંથકમાં કરોડો અબજો રૂપિયાના વિકાસના કામો,રોડ રસ્તા ઓવર બ્રિજ મંજુર કરાવ્યા,ચાલુ કરાવ્યા, ખાતમુહૂર્ત કરાવ્યા, લોકાર્પણ કરાવ્યા અને જન સુખાકારીમાં વધારો કરાવ્યો, રજા અને તહેવારોમાં જેઓ લોકદરબાર ભરી પ્રજાના પ્રશ્નો જેમને ઉકેલ્યા છે,જેમને વિકસિત ભારત યાત્રાના ગુજરાતના પ્રભારી તરીકે,લોકસભાની ભાવનગર સીટના પ્રભારી તરીકે તેમજ જુદા જુદા અનેક રાજ્યોમાં ચૂંટણી પ્રચાર સંદર્ભે અને હમણાં જ પૂર્ણ થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેમને ચાવી રૂપ ભૂમિકા ભજવેલ છે, એવા પ્રજા વત્સલ,શિક્ષિત અને દીક્ષિત રાજવી બ્રિજેશભાઈ મેરજા સાહેબને જન્મદિવસ નિમિત્તે એમના શુભેચ્છકો તરફથી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.મોરબી ગૌરવ સમાચાર તરફથી જન્મ દિવસ ખૂબ ખૂબ શુભકામના