હળવદ તાલુકાના માથક ગામ પાસે બે કારમાંથી ૪૦૦ લીટર ચોરીના ડિઝલ સાથે પાંચ ઇસમોને કુલ કિ.રૂ.૫,૩૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી હળવદ પોલીસ
હળવદ પોલીસ ને મળેલ બાતમી હકિકત આધારે માથક ગામ પાસેથી રેઇડ કરી એક આઇ. ૨૦ કાર તથા ઇક્કો કારમાંથી અલગ અલગ કુલ ૧૨ કેરબાઓમાં ૪૦૦ લીટર શંકાસ્પદ/ચોરીના ડિઝલના જથ્થા સાથે પાંચ ઇસમોને કુલ કિ.૩ ૫,૩૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી પાંચેય વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ
પકડાયેલ પાંચેય ઇસમોની પોલીસે પુછપરછ કરતા કબ્જે કરેલ ડિઝલનો જથ્થો મોરબી તાલુકાના લગધીરપર રોડ તથા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપરથી અલગ અલગ જગ્યાએ પાર્કિંગ કરેલ ટ્રકોમાંથી રાતના સમયે ચોરી કરેલ હોવાનુ કબુલાત આપેલ છે.
આરોપીઓના નામ સરનામા ::
1) વિજય ઉર્ફે ગોપાલ વનરાજભાઇ પરમાર રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા
2) પ્રદિપકુમાર ઉર્ફે ગોટી પ્રતાપસિંહ પરમાર રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા
3) અલ્પેશકુમાર ઉર્ફે લાલો પ્રવિણસિંહ પરમાર રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા
4) અંકિતકુમાર ઉર્ફે મથુર નરવતસિંહ ચાવડા રહે ગામ કોટ લીંડોરા તા.ઠાસરા જી.ખેડા
5) કુલદીપસિંહ ભરતભાઇ લકુમ રહે ગામ માથક તા.હળવદ જી.મોરબી
કબ્જે કરેલ મુદામાલની વિગત ::
1) પેટ્રોલીયમ ડિઝલ ૪૦૦ લીટર જેની કિ.રૂ.૩ ૬૦૦૦/-
2) આઇ-૨૦ કાર રજી નં GJ 23 AN 4481 વાળી જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
3) ઇક્કો કાર રજી નં GJ 07 DD 9359 વાળી જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- કુલ મુદામાલ કિ.રૂ.૫,૩૬,૦૦૦/-