Monday, March 10, 2025

મોરબી નેશનલ હાઇવે ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરાવતી મોરબી ટ્રાફિક પોલીસ

Advertisement

પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.ધેલા જીલ્લા ટ્રાફિક શાખાએ મોરબી જીલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે રોડ ઉપર ટ્રાફિક નિયમોનુ ચુસ્ત પણે પાલન થાય અને જીલ્લામાં રોડ અકસ્માતના બનાવો અટકે તે માટે હાઇવે રોડ ઉપર ભારે વાહનો રોડની ડાબી બાજુ ચલાવવા અંગે THE MOTOR VEHICLES (DRIVING) REGULATIONS-2017 માં વાહન ચાલકો પોતાના વાહન લેન મુજબ ચલાવવા આ અધિનિયમની કલમ-૬ માં જોગવાઇ કરવામાં આવેલ છે.

જેથી મોરબી જીલ્લામાં તા.૦૭/૦૩/૨૦૨૫ થી તા.૧૬/૦૩/૨૦૨૫ દિન-૧૦ ની લેન ડ્રાઇવીંગની ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં નેશનલ હાઇવે ઉપર ટ્રાફિમ નિયમોનુ પાલન કરાવવા માટે ભારે વાહનો રોડની ડાબી સાઇડ ચાલે તે માટે પો.સ્ટે. વિસ્તારમાં પસાર થતા નેશનલ હાઇવે ઉપર અલગ અલગ જગ્યાએ રોડ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવી ને.હા રોડ ઉપર ચાલતા ભારે વાહનનો લેન ડ્રાઇવીંગનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને રોકી લેન ડ્રાઇવીંગ કરવા બાબતેની વાહન ચાલકોને સમજ આપવામાં આવે છે. તેમજ ઓછી ગતીએ ચાલતા વાહનોને પણ રોડની ડાબી સાઇડ વાહન ચલાવવા માટેની સમજ આપવામાં આવે છે. તેમજ જીલ્લા ટ્રાફિક શાખા દ્રારા લેન ડ્રાઇવીંગ બાબતે ભારે વાહન ચાલકોને સુચના આપવા તેમજ લેન ડ્રાઇવીંગ બાબતેની પ્રસિધ્ધ માટે એક ઓટો રીક્ષામાં લાઉડસ્પીકર માઇક દ્રારા ગુજરાતી તથા હિન્દી ભાષામાં સુચનાઓ આપવામાં આવે છે. તેમજ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની પુરી તકેદારી રાખવામાં આવે છે. અને રોડ ઉપર ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઇવીંગ કરાવા માટે ચુસ્ત પાલન કરાવવામાં આવે છે. જેથી રોડ ઉપર લેન ડ્રાઇવીંગનો અમલ કરવામાં આવે તો રોડ ઉપર બનતા ગંભીર અકસ્માતો રોકી શકાય.

પ્રજા જોગ સંદેશ:- ટ્રાન્સપોર્ટ ના માલીકોને પોતાના ભારે વાહનોના ચાલકોને લેન ડ્રાઇવીંગ કરવા બાબતે સમજ કરવા તમામને મોરબી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW