મોરબી જિલ્લામાં ફરજ બજાવી રહેલ પીએસઆઇ અરુણ કુમાર મિશ્રા ને હોળી ધુળેટીના તહેવાર માટે દ્વારકા ખાતે બંધોબસ્તમાં મુકવામાં આવ્યા છે ત્યાં તેઓ પોતાની ફરજ સાથે સાથે ખડેપગે રહી શ્રદ્ધાળુ ઓની સેવા પણ કરી રહ્યા છે
કહેવાય ને કે માનવ “સેવા એજ પ્રભુ સેવા” ની ભાવના ને સાર્થક કરી રહેલા પીએસઆઇ અરુણકુમાર મોરબી તાલુકા પોલીસ મથક માં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે તેઓ સેવાકીય હોય પોલીસ વિભાગ ની કામગીરી ઈમાનદારી પૂર્વક કરી રહ્યા છે . સેવાનો પર્યાય બનેલા PSI મિશ્રા કડકડતી ઠંડી માં ગરમ કપડાં નું વિતરણ હોય કે ભૂખ્યાને ભોજન હોય તેઓ ક્યારેય સેવા કરવાનો મોકો ચૂકતા નથી હોતા હાલ અરુણકુમાર મિશ્રા ને દ્વારકા ખાતે ફરજ પર મૂકવામાં આવ્યા છે જ્યાં તેઓ વૃદ્ધ, અસ્કત અને શ્રદ્ધાળુઓની ફરજ સાથે સેવા પણ કરી રહ્યા છે તેઓ માંને છે ફરજની સાથે સેવા પણ કરવી જોઈએ તો કુદરત રાજી રહે છે