વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે જલારામ ધામ મહિલા મંડળ દ્વારા હોળી ના રસીયા કાર્યક્રમ તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવા માં આવ્યુ હતુ , જેમાં નિલકંઠ મહાદેવ મહિલા મંડળ, ગાયત્રી મહિલા મંડળ તથા વૈદેહી સંત્સંગ સંસ્થાન મહિલા મંડળ ના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.