Tuesday, March 18, 2025

મોરબી મહાનગરપાલિકાનુ પ્રથમ બજેટ ૭૮૩.૦૨ કરોડનુ જંગી રકમનુ બજેટ રજૂ કરાયું

Advertisement

(અહેવાલ:મયંક દેવમુરારી)

મોરબી મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા રજુ કરાયું બજેટ

મોરબી મહાનગરપાલિકાનું આ પ્રથમ વર્ષ હોઈ કર અને દરમાં કોઈજ વધારો કરવામાં નથી.

હયાત 9 બગીચાઓનું નવીનીકરણ

પાનેલી જળાશય નવીનીકરણ

3 નવા ફાયર સ્ટેશન બિલ્ડીંગ

અર્બન ટ્રાન્સપોર્ટેશન માટે બસ ડેપોનું બાંધકામનું કામ

લીલાપર વિસ્તારનું તળાવ બ્યુટીફીકેશન

હયાત લાઈબ્રેરી બિલ્ડીંગ રિનોવેશન

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
ગેસ આધારિત સ્મશાન બનાવવું

50 નવી આંગણવાડી

વીસીપરામાં કૉમ્યુનિટી હૉલ રિનોવેશન

રોડનું નવીનીકરણ અને મજબૂતિકરણ

મલ્ટીલેવલ પાર્કિંગ

મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ પહેલું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં એક વર્ષ માટે મોરબી શહેર ના વિકાસ ને કેમ વેગ આપવો તેના આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં. વર્ષ ૨૦૨૫-૨૬ નું બજેટ મોરબી શહેર તથા નવીન સમાવેશ થયેલ ગામોના વિકાસ અંતર્ગત શહેરીજનોને તથા ગ્રામજનોની સુખાકારી સારું તમામ આંતર માળખાકીય સવલતો જેવી કે, સફાઈ વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા અવિરત મળતી રહે તેમજ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં નવીન રોડ, બગીચાઓ, તળાવ ડેવલપમેન્ટ વિગેરે સેવાઓ પૂરી પાડી શકાય તે હેતુસર સને ૨૦૨૫-૨૬ નું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં મોરબી શહેરમાં સનાળા રોડ, વાવડી રોડ, નવલખી રોડ, નાની કેનાલ રોડ, SP રોડ થી આલાપ રોડ ને આઈકોનીક રોડ તરીકે બનાવવા નું આયોજન કરેલ છે તથા મોરબી શહેર અને સમાવિષ્ટ થયેલ ગામોમાં આંતરમાળખાકીય સુવિધામાં વધારો કરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુ સાથે નવરચિત મોરબી મહાનગરપાલિકાનું બજેટ તૈયાર કરવામાં આવેલ છે.
માર્વેલસ મોરબીની અવિરત વિકાસ યાત્રામાં અવનવા પ્રકરણો ઉમેરવા અને નાગરિકોની અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા હાથ ધરવામાં આવતા પ્રયાસોના ભાગરૂપે ભાવિ રોડ મેપની આછેરી ઝલક પ્રસ્તુત કરતું મોરબી મહાનગરપાલિકાનું આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું રૂ.૭૮૩/- કરોડનું બજેટ તૈયાર કરવામાં આવેલ છે.

વિવિધ આયોજન તેમજ શહેરના સર્વાંગી વિકાસના કામો થકી મોરબી મહાનગરપાલિકાના વિસ્તારના મુખ્ય રસ્તાઓ, ગટર વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા દ્વારા શહેર આયોજન રીતે વિકાસ પામશે અને મૂડી રોકાણને વેગ મળશે.

મોરબી મહાનગરપાલિકાના સંતુલિત અને આયોજન બધ્ધ વિકાસ માટેના લક્ષ્યને ધ્યાનમાં લઈ આંતરમાળખાકીય સુવિધાના કામો, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના કામો, અમ્રુત યોજના, સ્વચ્છ ભારત મિશન, આગવી ઓળખ જેવી અન્ય ગ્રાન્ટ હેઠળ શરૂ થનાર કામો, સામાજિક, ભૌતિક, આરોગ્યલક્ષી સુવિધાના કામો તેમજ વિકાસના કાર્યોના સંકલિત આયોજન અને કાર્યક્ષમ તથા પારદર્શી વહીવટ સાથે સંતુલિત વિકાસને ધ્યાને રાખી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું રૂ.૭૮૩/- કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW