મોરબી તાલુકા પંચાયત ના પ્રમુખ દ્વારા જણાવાયું છે કે ૭૬ કાલાવાડ વિધાનભસભા અને જામનગર સંસદીય મતવિસ્તારના તાલુકા/જિલ્લા વિભાજન વખતે આમરણ ચોવીસીના ૧૫ ગામોને મોરબી જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલ છે, જામનગર જિલ્લા વખતે આમરણમાં આઉટપોસ્ટ કાર્યરત હતું અને પોલીસ થાણું પણ કાર્યરત હતુ પણ મોરબી જિલ્લામાં સમાવેશ થવાથી આમરણના ગામોને બગથળા આઉટ પોસ્ટમાં ભેળવવામાં આવેલ છે, જેથી આમરણ થી બગથળા અંદાજિત ૨૦ કિલોમીટર છે, આમરણથી નેશનલ હાઈવે પસાર થાઈ છે, આ વિસ્તાર દરિયાકાંઠે આવેલ છે. આજુબાજુના ૨૫ થી ૩૦ ગામો વચ્ચે સ્વતંત્ર પોલીસ સ્ટેશન બની શકે તેમ છે, નેશનલ હાઈવેના કારણે અવાર-નવાર અકસ્માતો બનતા હોય તે અવાર-નવાર અકસ્માતોના કારણે હાઈવે પણ બંધ રહેતો હોય છે, તો અહીં પોલીસ થાણું હોય તો ટ્રાફિક પણ કલીયર થઈ શકે છે, અને આમરણ મુકામે હાલે પોલીસ લાઈન છે. ધરતીકંપ પછી કવાર્ટર પણ બનાવવામાં આવેલ છે, તેનો પોલીસ સ્ટેશનમાં ઉપયોગ કરી શકાય તેમ છે. જેથી આ વિસ્તાર માટે અલગ પોલીસ સ્ટેશન ચાલુ કરવા સરકારમાં ભલામણ કરવા મોરબી તાલુકા પંચાયત ના પ્રમુખ અશોકભાઈ વી.દેસાઈ દ્વારા કરવામાં આવી છે