Friday, March 21, 2025

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા નિશુલ્ક ચકલી ઘર તેમજ પીવાના પાણીના કુંડાનું વિતરણ કરાયું

Advertisement

હળવદમાં વિશ્વચકલી દિવસ નિમિત્તે ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના યુવાનોનું અનોખું અભિયાન ચલાવી રહ્યા છે અત્યાર સુધીમાં ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે 30000 પીવાના પાણીના કુંડા તેમજ 30000 ચકલી ઘરનું નિશુલ્ક વિતરણ કરી ચૂક્યા છે

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા આજે ચકલીઓ માટે પીવાના પાણીના કુંડા તેમજ ચકલીઓના આશ્રય માટે ચકલી ઘરનું નિશુલ્ક વિતરણ કરાયું દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સુંદર આયોજન કરાયું જેમાં 5000 જેટલા ચકલી ઘર તેમજ 5000 પીવાના પાણીના કુંડા નો વિતરણ કરાયુ

છેલ્લા સાત વર્ષથી ફ્રેન્ડશ યુવા સેવા ગ્રુપના આ યુવાનો ઉનાળાની કાળજાળ ગરમીમાં ચકલીઓને પીવાનું પાણી મળી રહે તેમજ રહેવાનો આશરો મળી રહે તે માટે આ પ્રકારનો એક અભિયાન ચલાવી રહ્યા છે અત્યાર સુધીમાં 30,000 જેટલા પીવાના પાણીના કુંડા તેમજ 30000 જેટલા ચકલી ઘરનો વિતરણ કરી ચૂક્યા છે અને ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવી પર્યાવરણને ફાયદો થાય તે પ્રકારનું આયોજન કરે છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW