ટંકારા તાલુકાના ધુનડા(સ) ગામની સીમ નવાગામ રોડ, લક્ષદિપ કારખાના સામે વીડીમાથી મળી આવેલ બાળકની માહીતી આપવા પોલીસ ની અપીલ
ગત તા.૧૯/૦૩/૨૦૨૫ ના રાત્રીના સમયે ટંકારા તાલુકાના ધુનડા (સજનપર) ગામની સીમ નવાગામ રોડ, લક્ષદિપ કારખાના સામે વીડીમાથી એક તાજુ જન્મેલ બાળક (પુરૂષ) મળી આવેલ હોય જેના વાલી વારસ મળી આવેલ ન હોય તેમજ બાળકને ત્યજી દેનાર આરોપી મળી આવેલ ન હોય જેથી નીચે જણાવેલ ફોટો વાળા બાળક અંગે તેમજ તેના કોઇ વાલીવારસ કે ત્યજી દેનાર આરોપી વિશે કોઇ હકિકત મળી આવ્યેથી ટંકારા પોલીસ સ્ટેશનનો જણાવેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરી માહીતી આપવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે
– ઓખળની નીશાની- બાળક મળી આવેલ ત્યારે તેના શરીરે સામુહીક આરોગ્ય કેન્દ્ર ભાભર લખેલ ગુલાબી કલરના કપડા પહેરેલ છે.
– ટંકારા પોલીસ સ્ટેશન મોબાઈલ નંબર- ૬૩૫૯૬ ૨૬૦૭૬
> કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પો.સ્ટે. મો.નં. ૬૩૫૯૬ ૨૬૦૭૫
– મોરબી જીલ્લા કંટ્રોલ રૂમ મો.નં. ૭૪૩૩૯ ૭૫૯૪૩