ગુજરાત રાજયમાં અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા ૧૦૦ કલાકના એજન્ડા અન્વયે મોરબી જિલ્લાની યાદી કરતી પોલીસ
મોરબી જિલ્લામાં ગુનાહીત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ૧૮૭ અસામાજિક તત્વોની ક્રાઈમ કુંડળી તૈયાર મોરબી પોલીસ એક્શન મોડમાં કડક કાર્યવાહીના સંકેત
ગમે તે ઘડીએ એક્શન લેવાશે?
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ તથા વહિવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તે અન્વયે ૧૦૦ કલાકમાં આવા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાની હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ,વિભાગ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી ની સુચના મુજબ જિલ્લા વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની કુલ-૧૮૭ ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ છે. જે પૈકી બુટલેગર-૬૫, જુગારી-૦૨, વારંવાર શરીર સંબંધી ગુન્હા કરતા ઇસમો-૯૩, વારંવાર મિલ્કત સંબંધી ગુન્હા કરતા ઇસમો-૧૯, તેમજ માઇનીંગ તથા અન્ય અલગ-અલગ પ્રકારના ગુન્હા કરતા ઇસમો-૮ મળી કુલ ૧૮૭ ઇસમોનો સમાવેશ કરવામાં આવેલ છે.