મોરબી જિલ્લામાં દાદાના બુલડોઝરની બોલબાલા યથાવત ગેરકાયદેસર ગોરખધંધા કરનારાઓ સાવધાન સુધરી જજો નહીંતર ફરશે બુલડોઝર
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા ના માર્ગદર્શન મુજબ વાંકાનેર સીટી પો. સ્ટે વિસ્તાર – માથાભારે ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર મા પ્રોહીબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ રહીમભાઇ રાયધનભાઈ મોવર રહે. વીશીપરા વાંકાનેર વાળાએ સરકારી જમીન ઉપર કરેલ અનઅધિકૃત દબાણ આશરે 1800 વાર જમીન જેની અંદાજીત કી. પાચ કરોડ રૂપિયાની છે જે સરકારી જમીન ઉપરનું દબાણ નગરપાલિકા વાંકાનેર તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા દુર કરવાની કામગીરી કરવામાં આવેલ