Sunday, March 23, 2025

મોરબીમાં બાળ ભિક્ષાવૃત્તિ કરાવતા વાલીની અટકાયત કરી બાળકો તેમજ વાલીને કાયદાની સમજ અપાઈ

Advertisement

મોરબી જિલ્લાનાં માળિયા તાલુકા ખાતે માળીયા (મીંયાણા) તરફ જતા જામનગર હાઈવે પરના રેલ્વે ફાટક પર બાળકોની ટોળકી પાસેથી પસાર થતા વાહનોમાં રોડ ઉપર ઉભા રહી ભિક્ષાવૃતિ કરાવાતી હોવાની બાતમી મળી હતી.

આ પ્રકારની બાતમી મળતા મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ તથા પોલીસ વિભાગના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ સાથે રહી ભિક્ષાવૃતિ અંગે ડ્રાઈવ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન એક જ પરિવારના ૦૪ બાળકો ભિક્ષાવૃતિ કરતા જણાયા હતા જેના પગલે વાલીને અટકાયત કરી આગળની કાર્યવાહી અર્થે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આપવામાં આવ્યા હતા.

બાળ કિશોર (કેર એન્ડ પ્રોટેક્શન) ન્યાય અધિનિયમ ૨૦૧૫ તેમજ ભિક્ષાવૃતિ અધિનિયમ ૧૯૫૯ મુજબ ભિક્ષા માંગવી કે મંગાવવી એ ગુનો બનતો હોય જેથી ભિક્ષાવૃતિ ન કરવા કે ન કરાવવા માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયાની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW