મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા ના માર્ગદર્શન મુજબ હળવદ પો. સ્ટે વિસ્તાર – પ્રોહી બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ
મોરબી જિલ્લામાં દાદાનું ડિમોલેશન બરકરાર બુલડોઝર બાબાની જેમ દાદા બની ગયેલા તત્વો ઉપર દાદાનું બુલડોઝર તુટી પડ્યું કડક કાર્યવાહી યથાવત
(૧) હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચરાડવા ગામની હદ વિસ્તારમાં કે.ટી.મિલ પાસે સદામ ગુલમહમદ ભટ્ટી વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના અને મારામારીના અને અપહરણ તથા તેમજ અન્ય અલગ અલગ ગુન્હાઓ દાખલ થયેલ છે તે અસામાજિક તત્વનું કબજા ભોગવટાનું રહેણાંક છે આ જમીન સરકારી હોવાનું પ્રાથમિક તપાસ કરતા જણાઈ આવતા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સદરહુ જમીન આશરે 150 ચોરસ વાર હોય જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 3,50,000/ નું દબાણ કરી પાકું મકાન બનાવેલ હોય જેનું ડિમોલેશન કરવામાં આવેલ છે.
તથા
(૨) આમીન અનવરભાઈ કાજેડિયા રહે.ચરાડવા તો.હળવદ વાળા વિરુધ્ધ ઈંગ્લીશ દારૂ અને દેશી દારૂ ના ગુન્હાઓ દાખલ થયેલ છે જેને ચરાડવા pgvcl ઓફિસ પાસે આશરે જગ્યા 100 ચોરસ વાર જેની કિંમત આશરે 1,50,000/ જેટલી હોય જે જમીન ઉપર ઝૂંપડું કરી દબાણ કરેલ હતું જેનું ડિમોલેશન કરવામાં આવેલ છે.
આમ ચરાડવા ગામે ઉપરોક્ત બંને બૂટલેગરોએ સરકારી જમીન કુલ આશરે 250 ચોરસ વાર જેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ની જમીન ઉપર દબાણ કરેલ હોય જે જગ્યા ઉપર ડિમોલેશન કરવામાં આવેલ છે