માળીયામિંયાણાના જસાપર ગામે ટેન્કરમાંથી ડિઝલ ચોરી થાય તે પહેલા જ માળીયા પોલીસ ત્રાટકી ચાર શખ્સોને ૪૪.૭૬ લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા
પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ના સીધા માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વનરાજસિંહ બાબરીયા સર્વેલન્સ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન માળીયા મિંયાણા તાલુકાના જશાપર ગામની ખરાવાડમાં પહોંચતા ચાર ઇસમો ડીઝલના ટેન્કરમાંથી ચોરી કરવાની પેરવી કરતા મજકુર ઇસમોને ડીઝલનુ ટેન્કર તથા ટેન્કરમાં ભરેલ ડીઝલ તથા ચોરી કરવાના સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી સદરહું ગુન્હામાં સંડોવાયેલ કુલ-૦૪ ઇસમોને પકડી પાડી ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
– અટક કરેલ આરોપી :-
1
. ટ્રક ડ્રાઇવર :- પ્રવેશસીંગ કાલીદાસસીંગ રાજપુત
2. ટ્રક કલીનર :- અમીતસીંગ ગોવિંદસીંગ રાજપુત
. માલ કાઢનાર :- ધીરૂભાઇ લક્ષ્મણભાઇ કાનગડ , રહે. જશાપર, તા.માળીયા (મિં), જી.મોરબી, 3
4. મદદ કરનાર :- વશરામભાઇ રવજીભાઇ ખડોલા , રહે. મોટીબરાર, તા.માળીયા (મિં), જી.મોરબી.
> કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) અશોક લેલન કંપનીનુ ટેન્કર રજી.નં. GJ-12-BV-7662 કિં.રૂ.૩૦,૦૦,૦૦૦/- તથા (૨) ટેન્કરમાં ભરેલ હાઇ ફલેશ હાઇ ડીઝલ ૨૯૦૦૦ લીટર કિં.રૂ.૧૪,૭૪,૪૨૩/- તથા (૩) ચોરી કરવાના સાધનો જેમાં લોખંડ કાપવાનું ગ્લાઇન્ડર નંગ-૦૧ કિં.રૂ.૨,૦૦૦/- તથા (૪) પ્લા.નું ખાલી બેરલ નંગ-૦૧ કિં.રૂ.૨૦૦/- તથા (૫) શીલ કરવાના તાર તથા ડીસમીસ કિં.રૂ.00/00 મળી કુલ કિં.રૂ.૪૪,૭૬,૬૨૩/-