Monday, May 19, 2025

મોરબીમાં ‘યુથ પાર્લામેન્ટ’ અંતર્ગત આગામી ૨૬ માર્ચે વકતૃત્વ સ્પર્ધા યોજાશે

Advertisement
Advertisement
Advertisement

૧૫ થી ૨૯ વયજુથ ધરાવતાં યુવક/યુવતીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર , યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા સંસાલિત તા.૨૬-૦૩-૨૦૨૫ના રોજ “યુથ પાર્લામેન્ટ“ નું આયોજન કરવામાં આવનાર છે. “યુથ પાર્લામેન્ટ” અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજુથ ધરાવતાં મોરબી જિલ્લાના રસ ધરવતાં યુવક – યુવતીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે

જેમાં (૧) ભારતીય બંધારણના ૭૫ ગૌરવ શાળી વર્ષ (૨) વિકસીત ભારત @૨૦૪૭ (૩) “વન નેશન વન ઇલેક્શન: વિકસીત ભારત માટે મોકળો માર્ગ “ આ વિષય પર ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પાંચ મિનિટની સમય મર્યાદામાં પોતાનું વકતવ્ય આપવાનું રહેશે. આ સ્પર્ધા માટે તા.૨૬-૦૩-૨૦૨૫ના રોજ સાર્થક વિદ્યામંદિર, મોરબી ખાતે સવારે ૧૧.૦૦ કલાકે ભાગ લેવા હાજર રહેવાનું રહેશ. રજિસ્ટ્રેશન માટે સ્પર્ધા સ્થળ ખાતે સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ સુધીનો રહેશે.

રજિસ્ટ્રેશન સ્થળ પર આધાર કાર્ડ તથા બેંક પાસ બુક/ચેકની નકલ અચૂક જમા કરાવવાની રહેશે. સ્પર્ધામાં વિજેતા ક્ર્માંક પ્રથમ, દ્રિતિય, તૃતીય તથા સાત આશ્વાસન પુરસ્કાર આપવવામાં આવશે. તેવુ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW