મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતાં બે શખ્સો વિરુદ્ધ પીજીવીસીએલ કર્મચારીઓએ દંડનીય કાર્યવાહી કરી વીજ જોડાણ કટ કર્યું હતું.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનાના પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વસાવા તથા પોલીસ સ્ટાફ દ્વારા બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરેલ જેમાં પ્રોહીબીશન તથા શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓના રહેણાક મકાનમાં ગેરકાયદેસર વીજકનેકશન હોવા અંગેની બાતમી મળતા પી.જી.વી.સી.એલ.કર્મચારીઓને સાથે રાખી રેઇડ કરતા ગેરકાદેસર વીજ કનેકશન જોડાણ મળી આવતા આરોપી અનવર ઉર્ફે દડી હાજીભાઇ માલાણી રહે. કાંતીનગર જુબેદા મસ્જીદ પાસે મોરબીવાળાને રૂ. ૩,૦૪,૩૯૫ નો દંડ તથા આરોપી દિનેશભાઇ બાબુભાઇ ચૌહાણ રહે. બૌધ્ધનગર મફતીયાપરા નળીયાના કારખાના પાસે નજરબાગ રેલ્વે સ્ટેશન સામે મોરબીવાળાને રૂ. ૪૯૯૮ નો દંડ કરી કરવામાં આવ્યો છે.