Saturday, March 29, 2025

મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા તમામ પ્રાથમિક શિક્ષકોને આઈડી કાર્ડ અપાશે

મોરબી જિલ્લા શિક્ષણ સમિતિનું સ્તુત્ય પગલું:- ટૂંક સમયમાં શિક્ષણ શાખા દ્વારા શાળાઓ પાસેથી શિક્ષકોની માહિતી એકત્ર કરી આઈકાર્ડ તૈયાર કરાશે

મોરબી જિલ્લા પંચાયત દ્વારા સરકારી શાળાઓમાં જરૂરી સુવિધાઓ પુરી પાડવા માટે સાધન સામગ્રી ફાળવવામાં આવે છે, ગત વર્ષ મોરબી જિલ્લાની 590 જેટલી શાળાઓમાં સમરી બુક,હાજરી પત્રક,દૈનિક નોંધ પોથી,જન્મ તારીખબ દાખલા બુક,વય પત્રક રજીસ્ટર વગેરે સાહિત્ય તેમજ શહેરી વિસ્તારની શાળાઓમાં એલ.ઈ.ડી ટીવી વગેરે પુરૂ પાડવામાં આવેલ એ મુજબ આ વર્ષ જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળ મોરબી જિલ્લાના પાંચ તાલુકાના મોરબી,હળવદ, વાંકાનેર, ટંકારા,માળીયા વગેરેમા 3400 જેટલા શિક્ષકો કાર્યરત છે, આગામી દિવસોમાં આ તમામ શિક્ષકોને જિલ્લા પંચાયત, જિલ્લા શિક્ષણ સમિતિ-મોરબી દ્વારા પ્રિન્ટ કરેલ રીબીન સાથે ફોટા સાથે,હોદ્દો, જન્મ તારીખ, મોબાઈલ નંબર વગેરે વિગતો સાથેનું પીવીસી પ્રિન્ટિંગ કલરફુલ આઇડેન્ટિટી કાર્ડ આપવામાં આવશે,પોલીસ વિભાગમાં જેમ નેઈમ પ્લેટ હોય છે એમ જિલ્લા પંચાયતના શિક્ષકોને અધિકારી પદાધિકારીની સહી સાથેનું કાર્ડ તૈયાર આપવામાં આવશે,આ આઈકાર્ડથી શિક્ષકોની ઓળખ કરવામાં સરળતા રહેશે,શિક્ષકોને પણ આઈકાર્ડ ખુબજ ઉપયોગી બનશે, અને મોરબી જિલ્લાના શિક્ષકોની એક આગવી ઓળખ ઊભી થશે,તાજેતરમાં મળેલ જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં સર્વાનુમતે આઈકાર્ડ બનાવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે,આઈકાર્ડ બનાવવા માટે શિક્ષકોની જરૂરી માહિતી જિલ્લા અને તાલુકાની શિક્ષણ શાખા દ્વારા એકત્ર કરવામાં આવશે,આઈકાર્ડ બનાવી આપવાના નિર્ણયનો શિક્ષકો દ્વારા જિલ્લા શિક્ષણ સમિતિનો આભાર પ્રકટ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW