મોરબી DDO જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ નાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ,GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર ના સહયોગ થી આરોગ્ય વિભાગ દ્વારા નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. બ્લડ ડોનેશન કેમ્પને જીલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, જીલ્લા RCHO .ડો સંજય સાહ, સાહેબ,THO ડો ચિંતન દોશી,હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝારીયા, ટીકર ગ્રામ પંચાયત ના સરપંચશ્રી દિલીપભાઈ એરાવાડિયા, ગ્રામ્ય આગેવાન બાબુભાઈ,હિરેનભાઈ ની હાજરી માં કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ, અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો, આ કેમ્પમાં ટીકર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ.કુલ ૪૫ યુનિટ બ્લડ નું કલેક્શન કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે મેડીકલ ઓફિસર ટીકર ડો.પરેશ પટેલ,આયુષ મે.ઓ.પિયુષ રાવલ,TMPHS લાલજીભાઈ, તેમજ પ્રા.આ.કેન્દ્ર ટીકર ના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ.