Wednesday, March 26, 2025

મોરબી મહાનગર પાલિકા દ્વારા ૨૫૪ રખડતા પશુ પકડી ગૌશાળા માં મુકાયા

મોરબી શહેરમાં પશુઓની રંજાડ રહેતા અનેક વખત લોકોએ મહાનગરપાલિકા ને રજુઆત કરી હતી ત્યારે મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ શહેરમાંથી 19 દિવસમાં ૨૫૪ પશુઓ પકડી આસપાસની ગૌશાળામાં મુકવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખાએ શહેરમાં તા. ૦૩ માર્ચ થી ૨૨ માર્ચ દરમિયાન શહેરી વિસ્તારમાંથી રખડતા ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જેમાં મહાનગરપાલિકા દ્વારા દિવસ તથા રાત્રી સમય દરમિયાન નવાડેલા રોડ, તખ્તસિંહજી રોડ, ગાંધી ચોક, સુભાષ રોડ, રેલ્વે સ્ટેશન રોડ, રવાપર રોડ, આસ્વાદપાન, માધાપર, શનાળા રોડ અયોધ્યાપૂરી મેઇન રોડ, અવનિ ચોકડી, બાપા સીતારામ ચોક, ગેંડા સર્કલ થી સર્કિટ હાઉસ રોડ, જેલ ચોક જેવા વિવિધ વિસ્તારમાંથી કુલ ૨૫૪ પશુ પકડી આજુબાજુની ગૌશાળામાં મુકવામાં આવેલ. તથા પકડેલ પશુ પૈકી ૨ પશુ માલિક પાસેથી નિયત વહીવટી ચાર્જ રકમ રૂ. ૧૨,૦૦૦/-વસુલ કરી પશુ છોડવામાં આવેલ. આથી મોરબી મહાનગરપાલિકા દ્વારા તમામ પશુ માલિકોને પોતાના માલિકીના ઢોર શહેરી વિસ્તારમાં રખડતા ન મુકવા અપીલ કરવામાં આવે છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW